
આજના સમયમાં, ઘણા લોકો અંદર સતત એક કલેશ અનુભવતા હોય છે — “મારાથી નહીં થાય...”, “હું પૂરતો નથી...”, “હંમેશા મારા સાથેજ એવું કેમ થાય છે?”
આવી નકારાત્મક વિચારો આપણા મનમાં દરરોજ હજારો વાર આવે છે. પણ એ જ જગ્યા પર આપણે જો થોડું જ ધ્યાન બદલી દઈએ, તો શું બને?
એટલે જ Affirmation — એટલે કે એક સકારાત્મક વાક્ય — એક એવી મનની દવા છે, જે નિયમિત રીતે કરશો તો જીવનની દિશા બદલાઈ શકે છે.
🧠 Affirmations શું છે?
Affirmations એ સરળ સકારાત્મક વાક્ય હોય છે જે તમે પોતાની સાથે વારંવાર બોલો છો — જાણે તમારા જ મનને ફરીથી સમજાવો છો કે,
“હું શાંતિથી જીવી શકું છું.”
“મારી અંદર શક્તિ છે.”
“હું મારી દિશા બદલી રહ્યો છું.”
આવાં વાક્યો કોઈ જાદૂ નથી. પરંતુ જ્યારે તમે એને સતત મનથી બોલો છો, ત્યારે એ તમારા વિચાર ધોરણ (thought pattern) ને ધીમે ધીમે બદલવાનું કામ કરે છે.
🧬 આનું વૈજ્ઞાનિક કારણ શું છે?
જ્યારે તમે કોઈ વિચાર વારંવાર વિચારો છો, તમારું મગજ એ વિચાર માટે એક રસ્તો બનાવે છે — જેને neural pathway કહે છે.
જ્યારે તમે affirmation વારંવાર બોલો છો, ત્યારે મગજ એ નવા વિચારોના રસ્તા બનાવે છે — અને જૂના નકારાત્મક વિચારો ધીમે ધીમે કમજોર થવા લાગે છે.
આને Neuroplasticity કહેવાય — એટલે કે, મગજની પોતાને બદલવાની ક્ષમતા.
🕉️ આ તો વેદોમાં પણ છે!
આ આજની શોધ નથી. આપણા ઋષિઓએ હજારાં વર્ષ પહેલા જ આ વાત સમજાવી હતી.
જુઓ આ મંત્રને:
ॐ पूर्णमदः पूर्णमिदं
पूर्णात् पूर्णमुदच्यते।
पूर्णस्य पूर्णमादाय
पूर्णमेवावशिष्यते॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે પૂર્ણતા હંમેશા પૂર્ણ જ રહે છે. પરમાત્મા પૂર્ણ છે. તેમાંથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, જે પણ પૂર્ણ છે. જો આ સૃષ્ટિને પરમાત્મામાંથી અલગ કરી દેવામાં આવે, તો પણ પરમાત્માની પૂર્ણતામાં કોઈ ઘટાડો થતો નથી. તે હંમેશા પૂર્ણ જ રહે છે.
આ શ્લોક આપણને યાદ અપાવે છે કે આપણે જાતે જ પૂર્ણ છીએ.
જ્યારે તમે બોલો છો “હું પૂરતો છું” – એ કોઈ નવી ટકરાર નથી. એ તો વેદોની મૌન અને ઊંડી ઊંડાણથી આવેલી યાદ છે કે,
"તું સંપૂર્ણ છે. તું પૂરતો છે."
✍️ આ રીતે બનાવો તમારું પોતાનું Affirmation:
હમણાંની હકીકતથી શરૂ કરો
ઉદાહરણ: “હું શાંતિ શીખી રહ્યો છું.” – એવું લખો કે જે તમારી અવસ્થાને સમજે.હંમેશા વર્તમાનકાળમાં લખો
નહિ કે: “હું એક દિવસ શાંતિ અનુભવીશ”
કહો: “હું આજે શાંતિ અનુભવી રહ્યો છું.”નકારાત્મક શબ્દો ટાળો
નહિ કહો: “હું તણાવમાં નથી.”
કહો: “હું શાંત છું.”દિલથી બોલો, માત્ર જાબો નહીં
દર વખતે કહેતી વખતે દિલથી ‘ભાવ’ લાવો.
🌱 દિવસ શરૂ કરવા માટે 3 મિનિટનું રિચ્યુઅલ:
આંખો બંધ કરો. થોડી શાંતિ મેળવો.
પહેલા ઉપરનો पूर्णमदः મંત્ર બોલો એકવાર.
પછી તમારું affirmation ત્રણ વાર બોલો.
અંતે ત્રણ વખત “Om Shanti Shanti Shanti” કહો.
તમારું મગજ આ શબ્દોને “હકીકત” તરીકે સ્વીકારવા લાગશે.
🎯 થોડી વાર્તા, આખો ફેરફાર
સૌથી પહેલું પગલું છે: તમારું મન શું બોલે છે, એ સાંભળો.
પછી એમાં થોડું થોડું ફેરફાર કરો.
રોજ એ જ વાત કહો – પ્રેમથી, વિશ્વાસથી, ધીરજથી.
એક દિવસ તમારા વિચારો બદલાશે. પછી તમારી લાગણીઓ. પછી તમારું વર્તન.
અને છેલ્લે... તમારું સમગ્ર જીવન.
"શબ્દો તો બીજ છે — એને પ્રેમથી વાવો, શાંતિનું વૃક્ષ ઉગશે."
-Dr. Vivek G Vasoya MD
(Homeopathic Psychiatrist & Psychotherapist)

Write a comment ...